KBC જુનિયરમાં 1 કરોડ જીતનાર રાજકોટના DCP રવિ મોહન સૈની હવે બન્યા પોરબંદરના SP

મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં ઝોન 1ના ડીસીપી રવિ મોહન સૈનીને હવે પોરબંદરમાં એસપી તરીકે બદલી મળી છે. તેઓ માત્ર 14 વર્ષની ઉંમરે એટલે કે ધોરણ દસમાં હતા ત્યારે જ જુનિયર કેબીસીમાં એક કરોડ રૂપિયા જીતનાર વ્યક્તિ હતા. હાલ તેમની ઉંમર 33 વર્ષની છે. તેઓએ વર્ષ 2014માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. તેઓ મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. તેમના પિતા પણ નેવીમાં હતા જેઓ હાલ નિવૃત્ત છે.

રવિ મોહન સૈની અંગે વધુ વાત કરીએ તો તેમણે એમબીબીએસ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ભણતરમાં ઘણા હોંશિયાર હતા અને તેમને વાંચન પ્રત્યે પણ એટલો જ લગાવ હતો. તેમની ઈન્ટનશીપ ચાલી રહી હતી ત્યારે તેમણે યુપીએસસીની પરીક્ષા આપી હતી જેમાં તેઓ પાસ થઈ ગયા હતા. તેમનું કહેવું છે કે, મારા પિતા નૌકાદળમાં હતા અને તેમની પાસેથી જ મને પ્રેરણા મળી અને હું પોલીસ દળમાં જોડાયો.

Covid19 ની રસી માટે આ યુવાને પોતાના શરિર નુ પરિક્ષણ કરવા પ્રધાનમંત્રી ને કર્યુ ટ્વિટ

મહામારી કોરોના થી વિશ્વમા અસંખ્ય લોકો સંક્રમિત થયા છે,તેવા સંજોગો મા હજુ સુધિ આ બિમારી નો ઉકેલ મળ્યો નથી, દિનપ્રતિદીન વધતા કોરોના પોઝીટિવ કેસો થી માનવજીવન સ્તબ્ધ થયુ છે, એક ડર ભય અને સંકટ ના સમયે આ યુવાન ની હિંમત સૌના માટે ઉર્જા પુરી પાડે તેવી છે.

ઉત્તર ગુજરાત ના આ યુવાને PMO ઓફિસ મા પણ અરજી કરી છે, જેનો હજુ સુધિ જવાબ આવ્યો નથી, ત્યારે આ યુવાને ફરીથી ટ્વિટર મા ટ્વિટ કર્યુ છે, દેશ અને દુનિયામા આ વૈશ્વિક મહામારી ભરડો લઈ રહી છે ત્યારે આ મહાસંકટ ને મ્હાત આપવા અનેક સેવાભાવી સંસ્થાઓ સહિત આ યુવાનો પણ આગળ આવ્યા છે, શાસન અને પ્રશાસન ના પણ પુરતા પ્રયત્નો થઈ રહ્યા છે, જ્યારે માનવ તરિકે આ મહામારી ને મ્હાત આપવા સૌએ તૈયાર રહેવાનુ છે.

અહેવાલ – વૈભવ જોષી http://www.timesoftoday.com

21 દિવસના લૉકડાઉનનું કાઉન્ટડાઉન! PMOના આદેશ પર આજથી મંત્રીઓ ઓફિસથી શરૂ કરશે કામ

નવી દિલ્હીઃ વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના વાયરસ વિરુદ્ધ દેશમાં પણ એક મહાજંગ જારી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલન માટે અને દેશમાં આ વાયરસને ફેલાતો રોકવા માટે 21 દિવસનું લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું, જે 14 એપ્રિલે સમાપ્ત થઈ જશે. આ વચ્ચે સરકાર લૉકડાઉનને લઈને કોઈ નિર્ણય કરે તે પહેલા સોમવારથી કેન્દ્રીય મંત્રી અને કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પોતાનું કામકાજ ઓફિસથી શરૂ કરશે.


સૂત્રો પ્રમાણે વડાપ્રધાન કાર્યાલય તરફથી તમામ મંત્રીઓને આદેશ આપવામાં આવ્યો છે કે સોમવારથી બધા ઓફિસથી કામ કરે. એટલે કે અત્યાર સુધી જે મંત્રી વર્ક્ર ફ્રોમ હોમ કરી રહ્યાં હતા, તે બધાએ ઓફિસ આવવું પડશે. પરંતુ આ દરમિયાન મંત્રાલય અને ઓફિસોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન જરૂર કરવામાં આવશે.


આ સિવાય જોઈન્ટ સેક્રેટરીતી ઉપરની રેન્કના તમામ અધિકારીઓએ ઓફિસમાં હાજર રહેવું પડશે. જ્યારે તેનાથી નિચલા લેવલના કર્મચારીઓને રોટેશનના આધાર પર ઓફિસ બોલાવવામાં આવસે, પરંતુ તે સમયે પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું જરૂરી હશે.

હવે જ્યારે 21 દિવસનું લૉકડાઉન પૂરુ થઈ રહ્યું છે અને મોટાભાગના રાજ્યોએ તેને વધારવાની માગ કરી છે. તેવી આશા કરવામાં આવી રહી છે કે લૉકડાઉન પાર્ટ-2માં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળી શકે છે. જેમાં કિસાનો અને ઇન્ડસ્ટ્રીઝ માટે થોડી રાહત પણ હોઈ શકે છે. આ કારણ છે કે રાજ્ય સરકારોને ખેતી ક્ષેત્રમાં થોડી ઢીલ આપવાની મંજૂરી આપવામાં આવી છે.

પીએમ નરેન્દ્ર મોદી વિશ્વના એકમાત્ર નેતા બન્યા,વ્હાઇટ હાઉસ ના ટ્વિટર હેન્ડલ દ્વારા ફોલો કરવામા આવ્યુ

વિશ્વના એકમાત્ર નેતા પીએમ નરેન્દ્ર મોદી બન્યા છે, જે વ્હાઇટ હાઉસના ટ્વિટર હેન્ડલ દ્વારા અનુસરે છે.

નવી દિલ્હી: તાજેતરના વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબુત બન્યા છે. તેનું ઉદાહરણ એ છે કે હવે વ્હાઇટ હાઉસે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા પીએમ મોદીને ફોલો કર્યુ છે. આ સાથે, પીએમ મોદી વિશ્વના એકમાત્ર એવા નેતા બન્યા છે, જેમને વ્હાઇટ હાઉસ અનુસરે છે. વ્હાઇટ હાઉસનું ટ્વિટર હેન્ડલ વિશ્વના અન્ય કોઈ નેતાને અનુસરતું નથી.

તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં વ્હાઇટ હાઉસ કુલ 19 ટ્વિટર એકાઉન્ટ્સને અનુસરે છે. તેમાંથી 16 અમેરિકાના અને ત્રણ ભારતના છે. ભારતમાં, વ્હાઇટ હાઉસ દ્વારા અનુસરેલ ટ્વિટર હેન્ડલમાં પીએમઓ ભારત અને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદીના ટ્વિટર હેન્ડલનો સમાવેશ થાય છે.

તાજેતરમાં, ભારતના રાષ્ટ્રપતિએ અમેરિકાને દવા આપ્યા બાદ, યુએસ પ્રમુખ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. હવે પીએમ મોદીએ પણ એક ટ્વીટ કર્યું છે. જવાબમાં પીએમ મોદીએ તેમનો આભાર માન્યો છે અને કહ્યું છે કે ભારત અને અમેરિકા મળીને કોરોનાને પરાજિત કરશે. આ સાથે વડા પ્રધાને લખ્યું કે આવા સમયમાં મિત્રો નજીક આવે છે.

વડા પ્રધાને રાષ્ટ્રપતિ ટ્રમ્પને જવાબ આપ્યો અને લખ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ તમારી સાથે સંપૂર્ણ સંમત છે. આવા સમય મિત્રોને નજીક લાવે છે. ભારત અને યુએસ વચ્ચેની ભાગીદારી હજી સૌથી મજબૂત તબક્કામાં છે. ભારત કોરોના સામેની માનવતાની આ લડતમાં દરેકને મદદ કરવા તૈયાર છે.

નોંધનીય છે કે તાજેતરમાં ભારત સરકારે કોરોના વાયરસ સંકટ સાથે સંકળાવવા માટે વિશ્વના ઘણા દેશોમાં હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન સપ્લાય કરી છે. આમાં અમેરિકા શામેલ છે. અમેરિકામાં આ દવા નિકાસના નિર્ણય પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને ભારતનો આભાર માન્યો હતો.

ગુજરાત / લોકડાઉનમાં જનતા ની વ્હારે સાંસદ ડો કિરીટ સોલંકી

ઉદાર લાગણીશીલ જાગ્રુત અને મહેનતુ અમદાવાદ શહેરનો પ્રતિનિધિ હોવાનો ગર્વ છે : સાંસદ

મહામારી કોરોના કહેર ના સંકટ માથી લોકો ના આરોગ્ય ના હિતાર્થે વિનાસંકોચ 1 કરોડ ની ફાળવણી કરી લોકહિત ને પ્રથમ પ્રાધાન્ય આપનાર પ્રથમ સાંસદ કિરીટ સોલંકી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશ મા સંપુર્ણ લોકડાઉન એલાન પછી પ્રજા ને પડતી જીવન જરુરિયાત ની તકલિફો નિવારવા સાંસદ કિરીટ સોલંકિ રહ્યા કટિબદ્ધ, પ્રજા ને જીવન જરુરિયાત ચિજવસ્તુઓ પહોચાડવા માટે રાજ્યસ્તરે શરુ કરાયુ કોલ સેંન્ટર, સાંસદ સોલંકી ના આદેશો અનુસાર 500 કાર્યકરો ની ટીમ ધરે રહી મોબાઈલ મારફતે પ્રજા ને પહોચાડી રહી છે ભોજન, સંકટ સમયે સાંસદ સોલંકી જનસેવા મા મોખરે, સતત 15વર્ષ થી અમદાવાદ પશ્ચિમ લોકસભા નુ નેત્રુત્વ કરનાર સાંસદ ડો કિરીટ સોલંકી એ ન માત્ર અમદાવાદ પણ તેઓ સમગ્ર રાજ્ય ના લોકો ની વેદના ને વાચા આપનાર પ્રથમ પ્રજાપ્રિય સાંસદ રહ્યા છે

કોરોના કહેર સામે જંગ: ગુજરાતના મિનિસ્ટર અને વિધાયક ના પગારમાં 30%નો અને ગ્રાંટ મા 1વર્ષ સુધી નો કાપ, જાણો વધુ

ગાંધીનગર: કોરોના વાઈરસના સંકટનો સામનો કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કરતા રાજ્યના તમામ મંત્રીઓ અને ધારાસભ્યનો પગારમાં આગામી 1 વર્ષ સુધી 30 ટકાનો કાપ મૂક્યો છે.

આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓના એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી પ્રતિ મહિને પગારમાંથી 30 ટકા હિસ્કો કપાઈને તે રકમ કોરોના મહામારી સામે લડવાના કાર્યમાં ખર્ચ કરવામાં આવશે.

મુખ્યમંત્રીની સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આયોજિત કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત વધુમાં CM રૂપાણીએ જાહેરાત કરી હતી કે, રાજ્યના તમામ ધારાસભ્યોને મળનારી દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ આગામી એક વર્ષ સુધી કોરોના વિરૂદ્ધ જનતાના હિત માટે ખર્ચ કરવામાં આવશે. વડાપ્રધાનના નિર્ણયનું સમર્થન કરતા ગુજરાત સરકારે આ મોટો નિર્ણય ક્યો છે.

જણાવી દઈએ કે, કોરોના વાઈરસથી અત્યાર સુધી ગુજરાતમાં 12ના મોત થયા છે, જ્યારે રાજ્યમાં કુલ 146 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.

સાંસદ પરિમલ નથવાણી એ ગુજરાતીઓ ના આરોગ્ય ને અનુલક્ષી ને આપ્યા 5 કરોડ

સમગ્ર વિશ્વ મા મહામારી નો મહાસંકટ ચાલિ રહ્યો છે, આ મહામારિ બિમારિ ને નાથવા રાજ્યસભા સાંસદ અને ( Senior Group President – Reliance ) , રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 5 કરોડ રૂપિયાનો ફાળો આપવામાં આવેલ છે.

પરિમલ નથવાણી એ આંધ્રપ્રદેશ થી રાજ્યસભા નુ પ્રતિનિધિત્વ કરે છે, સતત ત્રિજી વખત તે રાજ્યસભા મા ઉમેદવાર પણ જાહેર થયા છે, પરિમલ નથવાણી એ ન માત્ર એક રાજ્ય પણ સમગ્ર દેશ ના તમામ લોકો ના વ્હારે આવિ હમેંશા આર્થિક સહારો આપ્યો છે, અત્યારે પણ કોરોના વાઈરસ (covid19) મા પણ એમનુ મહાદાન અભિનંદન ને પાત્ર છે.

ગુજરાતમાં કોરોના નો કેર વધે તો ગતિશિલ સરકારનું આવું છે આયોજન

કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો લેવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે.

▪ મુખ્યમંત્રીએ થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સુચના આપેલ જેને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતેઆવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

▪ કોરોના વાયરસ રોગ અટકાયત અંગે કરવામાં આવતી કામગીરીના મોનીટરીંગ હેતુ સિનીયર IAS અધિકારીઓને વિવિધ જીલ્લા ફાળવવામાં આવ્યા છે. જેમાં જે.પી.ગુપ્તા, મુખ્ય રાજયકર કમિશ્નરને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મળી કુલ-13 જીલ્લાઓ અને મુકેશકુમાર, વાઇસ ચેરમેન અને મુખ્ય કારોબારી અધિકારી, મેરીટાઇમ બોર્ડને મધ્ય અને દક્ષિણ ગુજરાતના મળી કુલ- 14 જીલ્લાઓ ફાળવવામાં આવ્યા છે.

▪ રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ આરોગ્ય કમિશ્નરની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.

▪ રાજય સરકારની હેલ્પલાઇન નંબર -104 ઉપર પર નિયમિત રીતે વ્યકિતઓ મદદ માંગી રહયા છે અને માહિતી મેળવી રહયા છે. અત્યાર સુધી 24000 થી વધુ આવા કોલ આવેલ છે જયારે હેલ્પલાઇન ઉપર વ્યકિતઓ પોતાના લક્ષણોની વિગતો આપે તો આવા વ્યકિતઓને પણ નિરીક્ષણ હેઠળ લઇ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી 450 જેટલા વ્યકિતઓને આ રીતે સારવાર પુરી પાડવામાં આવી છે.

▪ વેન્ટીલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કુલ 4300 થી વધુ આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને 635 બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ છે. તેમજ આ ઉપરાંત વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા પ્રગતિમાં છે.

▪ રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે 1061 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત 1700 જેટલા વેન્‍ટીલેટર ઉપલબ્ધ છે.

▪ રાજયની તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARI ના કેસોની માહીતી તાત્કાલિક મળી રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા Dr.TeCHO Application શરૂ કરવામાં આવેલ છે.

▪ રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસના સંક્રમણની પરિસથિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ, સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.

▪ રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગરતથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદ ખાતેની ત્રણ ખાનગી લેબોરેટરીન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી યુનીપેથ લેબોરેટરીઅને પાન જીનો મિકસ લેબોરેટરી અમદાવાદમાં કોવિડ-19 માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

▪ ભારત સરકારશ્રી દ્વારા માસ્ક અને સેનીટાઇઝરને જરૂરીયાતની વસ્તુની કેટેગરીમાં સામેલ કરેલ છે. રાજયમાં COVID-19 રોગચાળાની શરૂઆતથી અત્યારસુધીમાં એન-૯૫ માસ્ક ૯.૭૫ લાખ , પી.પી.ઇ. કીટ 3.58 લાખ અને ટ્રીપલ લેયર માસ્ક 1.23 કરોડ જથ્થાની ખરીદી કરી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. 150 વેન્ટીલેટર ખરીદીના આદેશો અપાઇ ગયેલ છે.

▪COVID-19 અંગેની પ્રોફાઇલેકસીસ માટેની દવા ટેબ. હાઇડ્રોકસીકલોરોકવીન નામની દવાને શીડયુલ H1 ડ્રગ તરીકે જાહેર કરેલ છે. જેથી હવે આ દવા માત્ર અને માત્ર અધિકૃત ડોકટરના પ્રિસ્કીપશન પર જ મળી શકે છે.

THIS is what Akshay Kumar has to say about donating Rs 25 crore to COVID-19 relief donation

Bollywood superstar Akshay Kumar won everyone’s heart after the actor generously donated Rs 25 crore to the Prime Minister’s Care Fund for the country’s ongoing battle against COVID-19. While even her wife Twinkle Khanna was seen raving about her husband’s charitable action, the actor simply has no airs about the same. In an interview with a news portal, Akshay Kumar reportedly said that this wasn’t his contribution, this was his mother’s to Bharat Maa. The actor also added that he cannot really express his reason behind contribution to a cause like this.

Elaborating further, Akshay also added that there is a widespread fear that the senior population of the country might be isolated, ignored and left to fend for themselves during this coronavirus disease. However, the actor cannot fathom how anybody can even think like that. He also added that his mom’s life is important and so is the life of everyone’s parents.

Apart from Akshay, several other Bollywood actors too came forward to contribute generously to the cause. Not only this, a fund was also set up by Bollywood authorities to provide some help to those who have been affected.
Meanwhile, on the work front, Akshay has his hands full with some very interesting projects. He will next be seen in Rohit Shetty’s ‘Sooryavanshi’. The actor will be seen reuniting with his ‘Namaste London’ co-star Katrina Kaif in the movie.

This is the first time that Akshay and Katrina are working with Rohit Shetty. The movie is the next film in Rohit’s cop universe. It also features special cameos of Ajay Devgn’s ‘Singham’ and Ranveer Singh’s ‘Simmba’.
The movie was slated to hit the tehatres on March 24, however, it got pushed indefinitely due to the coronavirus pandemic.
Apart from this, he also has films like, ‘Laxmmi Bomb’, ‘Bachchan Pandey’ and ‘Bell Bottom’.

Coronavirus: Gujarat Government To Provide Food Items For Free To 60 Lakh Poor Families

Vijay Rupani said Gujarat will provide food items like wheat, rice, pulses, sugar free to 60 lakh people

Ahmedabad:

The Gujarat government will provide food items like wheat, rice, pulses and sugar free of cost to around 60 lakh ration card holding families through fair price shops starting April 1, Chief Minister Vijay Rupani said today.

The scheme is to ensure that the poor, who depend on daily wages for livelihood, are not affected by the 21-day nationwide lockdown due to the coronavirus outbreak and do not have to purchase food items for the month of April, he said after a meeting in Gandhinagar.

“With the entire country under lockdown, Gujarat has made an important decision, that poor families – around 60 lakh families, or 3.25 crore individuals — holding ration cards, will get food items, including 3.5 kg wheat and 1.5 kg rice per person, and 1 kg of pulses, sugar and salt per family free of cost from April 1,” Mr Rupani said.

The chief minister said his government is concerned aboutthe state’s poor families, and will continue to take decisions to ensure they do not face hurdles during the lockdown.

“With works closed for 21 days, poor families earning daily livelihood face great problems. Our sensitive government understands this, and we will take more such decisions in future so such people do not face face much hurdle,” he said.

Mr Rupani also requested people to stay indoors for 21 days.

Gujarat has so far reported 38 cases of coronavirus and one death due to COVID-19.

The entire state is under lockdown.

Design a site like this with WordPress.com
Get started